અમદાવાદ: દેશમાં સૌથી વધુ દુધનું ઉત્પાદન કરનાર અને વપરાશ કરનારા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. અહીંના લોકો ડેરીના ઉત્પાદનોની વધુ પસંદ કરે છે. જેમાં દૂધથી લઈને છાશ, પેડા, શ્રીખંડ, ખીર, પનીર, ચીઝ વગેરે સામેલ છે. વિપુલ પ્રમાણમાં જે રીતે વપરાશ થઈ રહ્યો છે તેની અસર તેમના દાંત ઉપર પણ જોવા મળી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જીએફએસયુ)ના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ગુજરાતના લોકોના દાંતમાં કેલ્શિયમનું પ્રમાણ દક્ષિણી રાજ્યો જેવા કે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના લોકો કરતા અનેક ગણું વધુ છે.
અભ્યાસમાં ગુજરાતના અને કેરળના સેમ્પલનો દાંતોની રચનામાં ડાયેટની શી અસર થાય છે તે જોવા માટે અભ્યાસ કરાયો હતો. જીએફએસયુના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.રાજેશબાબુએ ફોરેન્સિક ઓડેટોલોજીના એક માસ્ટર્સ સ્ટુડન્ટ્સ ડો. અભિનવ રાજ સાથે મળીને આ અભ્યાસની શરૂઆત કરી હતી. ડો. રાજેશે જણાવ્યું કે અભ્યાસ હેઠળ ગુજરાતી જનસંખ્યાના દાંતોમાં 82 ટકા કેલ્શિયમનું પ્રમાણ જોવા મળ્યું જ્યારે કેરળના લોકોનાં દાંતોમાં 80 ટકા જ કેલ્શિયમ જોવા મળ્યું. તેમણે કહ્યું કે 2 ટકાનું અંતર પણ દાંતોની સંરચના માટે ખુબ જરૂરી છે.
ડભોઈના આ ખેડૂત ઓછા ખર્ચે કરે છે લાખોની કમાણી, મહેનત અને સફળતાની છે મિસાલ
ડો. રાજેશે જણાવ્યું કે આપદાની સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિના જીવિત કે મૃત્યુની ઓળખ થોડી મુશ્કેલ બને છે, આથી અમે દાંતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. દાંત ભારે દબાણ, આગ સુદ્ધા સહન કરી શકે છે અને આ જ કારણે બાયોમાર્કર સ્વરૂપમાં કોઈ પણ સ્થિતિમાં પ્રારંભિક ઓળખ માટે તે એકદમ પરફેક્ટ સેમ્પલ હોય છે.
બીજી બાજુ ગુજરાતીઓનો મુખ્ય ડાયેટ શાકાહારી ભોજન હોવાના કારણે તેમના દાંતમાં ઝિંક અને ફોસ્ફરસનું પ્રમાણ ક્રમશ 0.14 ટકા અને 17.3 ટકા છે જે મીટ, ફિશ અને અન્ય નોનવેજમાં ખુબ સરળતાથી મળી આવે છે. જ્યારે કેરળની જનસંખ્યામાં ઝિંક અને ફોસ્ફરસ જેવા તત્વોની ટકાવારી ક્રમશ 0.23 અને 18.5 ટકા છે.
રિસર્ચરે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના 2017-18 સર્વના આંકડાનો હવાલો આપ્યો જે મુજબ ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા 563 ગ્રામ પ્રતિ દિન છે. જે કેરળમાં 189 ગ્રામ દૂધ પ્રતિ દિનથી અનેક ગણું વધારે છે. તામિલનાડુ અને કર્ણાટકમાં આ પ્રમાણ ક્રમશ 294 ગ્રામ અને 291 ગ્રામ પ્રતિ દિન છે.
ડો. રાજેશ બાબુએ કહ્યું કે "ગુજરાતીઓના દાંતમાં કેલ્શિયમનું પ્રમાણ અનેક ગણું વધારે છે. તેમણે કહ્યું કે સેમ્પલ વિશ્લેષણથી માલુમ પડે છે કે કેલ્શિયમનું પ્રમાણ ગુજરાતીઓમાં મલાયાલી લોકો કરતા વધુ છે. જો કે તેને સાબિત કરવા માટે હજુ વ્યાપક અભ્યાસની જરૂર છે. પરંતુ અમે કહી શકીએ છીએ કે દૂધની ખપતમાં ટોપ રાજ્ય પંજાબ અને હરિયાણાના આંકડા ગુજરાતની આસપાસ હશે જ્યારે દક્ષિણી રાજ્યોમાં ઓછા કેલ્શિયમ હોવાના આંકડા હશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે